એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુર્તી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડશીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોઇડરી વર્કની ડીઝાઇન બનાવવાની હોય છે.
એમ્બ્રોઇડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે.
એમ્બ્રોઇડરી એટલે કાપડ ઉપર દોરાથી કરવામાં આવતું વર્ક, જેને આપણે ગુજરાતમાં ભરતકામથી ઓળખીએ છીએ. સદીઓથી આપણે કાપડ પર ભરતકામ, જરદોશી, ચીકન જેવા ઘણા પ્રકારના હેન્ડ વર્ક કરતા આવ્યા છીએ. આ બધા હેન્ડ વર્ક સાડી, ડ્રેસ, કુર્તી, શેરવાની જેવા ભારતીય પોશાકમાં ચાર ચાંદ લગાવી દે છે.
એમ્બ્રોઇડરી વર્ક ની આપણા દેશમાં અને વિદેશોમાં ખુબ જ માંગ છે, એમ્બ્રોઇડરી વર્કની માંગને પહોચી વળવા એમ્બ્રોઇડરી વર્ક કરવાના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરી કરી શકાય છે. આજે આપણી સુરતની એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુર્તી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે સોફા કવર, પડદામાં એમ્બ્રોઇડરી કરવામાં આવે છે.
એમ્બ્રોઇડરી ડિઝાઈન એટલે સાદા અને પ્લેન કાપડ ઉપર ભરતકામ. એમ્બ્રોઇડરી વર્ક કરવામાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.
તમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એમાં જે વર્ક દેખાય રહ્યું છે તેને એમ્બ્રોઇડરી વર્ક કહેવામાં આવે છે. આમાં પહેલા કાપડ ઉપર વર્ક કરવામાં આવે છે પછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. એમ્બ્રોઇડરી વર્ક કરવા માટે પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ એમ્બ્રોઇડરી મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને પછી કાપડ ઉપર વર્ક થતું હોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ફાસ્ટ આવે છે, એટલા માટે આજના સમયમાં એમ્બ્રોઇડરી વર્ક સો એ સો ટકા કોમ્પ્યુટરરાઈઝ્ડ જ બનાવવામાં આવે છે.
એમ્બ્રોઇડરી ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.
એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે.
એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ એમ્બ્રોઇડરીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ હંમેશાને માટે રહેતી હોય છે અને રહેવાની જ. કારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે.
એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે મહિને ૧૨૦૦૦ થી ૬૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફી પણ એકદમ નોમિનલ હોય છે.
ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતા લુલા, અર્ચના કોચર આ બધા ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.
જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો, કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.
એમ્બ્રોઇડરી ડીઝાઇન વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, એના માટે બેઝિક કમ્પ્યુટર આવડવું જરૂરી છે. તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.
એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.
એમ્બ્રોઇડરી ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.
વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.
નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.
ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.
ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.
3 મહિના દરરોજ (૨ કલાક )
+
૨ મહિના દરરોજ ઇન્ટર્નશીપ (૮ કલાક )
મશીનના પ્રકાર ( મલ્ટી, સિક્વન્સ, કોરડીન, ચેઈન )
એમ્બ્રોઇડરી ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે એમ્બ્રોઇડરી ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,
સ્કેચ ડીઝાઇનર
મેચિંગ માસ્ટર
ફેશન ડીઝાઇનર
મેન્યુફેકચરર્સ
હોલસેલર
રીટેઈલર
બ્રોકર
એકવાર એમ્બ્રોઇડરી ડીઝાઇનર બની ગયા પછી એમ્બ્રોઇડરીના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાની જરૂરિયાત છે.
એમ્બ્રોઇડરીનો કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છે, કારણ કે માર્કેટમાં એમ્બ્રોઇડરીના ડીઝાઇનરની ફુલ ડીમાન્ડ છે.
કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેલી છે.
કોઈ પણ ગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.