VFX
VFX નો કોર્ષ કરી કામ કરવાથી દર મહીને કમાણી થશે ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે
VFX માં કોમ્પ્યુટરની મદદથી બોલીવુડ, હોલીવુડ અને 3D ફિલ્મોમાં Special Effect આપીને એક અદભૂત દ્રશ્યનું સર્જન કરવામાં આવે છે. જેના વિશે આપણે હકીકતમાં વિચારી પણ ન શકીએ તે VFX ની મદદથી શક્ય બને છે.
VFX એ શું છે ? તેના દ્રારા થતા ફાયદાઓ
VFX એ Visual Effect નું ટુંકુ નામ છે.
કોઈપણ વીડિયો કે ફિલ્મ પ્રોડક્શનમાં જયારે કોઈ સીન અશક્ય, મોંધો તથા ખતરનાક હોય ત્યારે તેને શૂટિંગ કરતા પહેલા સીનનું પ્લાનીંગ કરી તે સીન પ્રમાણે એક્ટીંગ કરવામાં આવે છે, ત્યાર પછી કોમ્પ્યુટરના વિવિધ સોફ્ટવેરની મદદથી તે સીનમાં Special Effect મુકવામાં આવે છે. ફિલ્મ પ્રોડક્શન તેમજ ડીજીટલ મીડિયામાં આજ કાલ ખુબ જ મોટા પ્રમાણમાં VFX નો ઉપયોગ થઈ રહ્યો છે, જેના દ્રારા પૈસા અને સમયનો ખુબ જ બચાવ થાય છે, તેમજ કોઇપણ પ્રકારની જાનહાની તેમજ નુકશાનીનો પણ ડર રહેતો નથી. VFX ના ઉપયોગથી અન્ય પણ ઘણા બધા ફાયદા છે.
હોલીવુડ ફિલ્મોમાં VFX નો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થાય છે. જયારે આજે બોલીવુડની પણ દરેક ફિલ્મોમાં VFX નો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે અને થતો રહેશે. ઉદાહરણ જોવા જઈએ તો Bahubali, Robot, Zero, Thugs of Hindustan જેવી ઘણી બધી ફિલ્મોમાં VFX નો ઉપયોગ કરીને Special Effect આપવામાં આવી છે.
સ્માર્ટઅને વાઈટ કોલર જોબ
VFX ની જોબ સ્માર્ટ અને એકદમ વાઈટ કોલરવાળી જોબ છે કે જેમાં ઓફીસમાં બેસીને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય છે.
VFX ના કોર્ષ પછી તરત જ કામ ( નોકરી ) મળી જાય છે તેમજ અનલીમીટેડ તક રહેલી છે
VFX ના કોર્ષ પછી ખુબ જ સારું કામ મળતું હોય છે અને આપણે એક Best Profession સાથે માર્કેટમાં જતા હોઈએ છીએ.
એક વાર VFX Artist બની ગયા પછી નોકરી તમને સામેથી શોધતી આવે છે. VFX માં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો કારણ કે આ ફિલ્ડ વિશ્વ વ્યાપી છે. તેમજ ગુજરાતી છોકરાઓની ડિમાન્ડ પણ વધારે હોય છે, કારણ કે તે મહેનતું વધારે હોય છે, એવું ઇન્ડસ્ટ્રીઝ કહે છે, અમે નહિ. VFX ઇન્ડસ્ટ્રીઝ આ જે ખુબ જ ઝડપથી ગતિ કરી રહી છે, જે આજે ખાસ કરીને યુવા પેઢી માટે શ્રેષ્ઠ રોજગાર નો સ્ત્રોત બની ગયું છે.
મહીને કમાણી ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી વધારે
આ કોર્ષ પછી તમે મહીને ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાઈ શકો છો. VFX શીખતા ૨ વર્ષ જેટલો સમય લાગે છે પણ શીખી ગયા પછી આ આવક લાઈફ ટાઈમ હોય છે. આપણી આવડત અને Creativity ઉપર જ બધું હોય છે. ઘણા બધા લોકો આ કોર્ષ કરીને લાખો - કરોડો રૂપિયા કમાય છે.
FICCI ના સર્વેક્ષણ મુજબ VFX ઇન્ડસ્ટ્રીઝ ૨૦૧૬ માં ૫૪ અબજ થી લઇ ૨૦૧૮ માં ૮૦ અબજ અને ૨૦૨૦ સુધીમાં ૧૧૪ અબજ સુધી પહોચી જશે જે ૨૦૧૬-૨૦ સુધીમાં ૨૦.૪ %ના ગ્રોથ દરથી સતત વિકસીત થઇ રહયું છે
VFX માં તમે ફક્ત ને ફક્ત મેન્ટલી, ફીઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરી મહીને લાખો, કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. આ કામ વર્લ્ડ વાઇડ તેમજ ડીજીટલ છે, એટલે તમે તમારી ઓફીસ તેમજ ઘર બેઠા દુનિયાના કોઈપણ ખૂણેથી કામ લાવીને કરી શકો તેમજ દેશ વિદેશમાં જઈને પણ કામ કરી શકો. ખુબ જ વિશાળ માર્કેટ છે, બસ આપની તૈયારી હોવી જોઈએ.
૧ લાખ રૂપિયાથી શરૂ કરી શકો પોતાનો બીઝનેસ...
જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૧લાખ રૂપિયા જેવી નાની રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે, તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી પ્રમાણેનું ઇન્વેસ્ટ કરી બિઝનેસ ડેવલોપ કરી શકો છો.
VFX કોણ શીખી શકે ?
VFX વિદ્યાર્થી–વિદ્યાર્થીની, છોકરા–છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, ૫ણ સમયની માંગ પ્રમાણે બેઝીક અંગ્રેજી અને ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા હોવા જોઈએ.
જો તમારામાં ક્રીએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.
VFX માં કેવી રીતે કામ કરી શકાય ?
VFX માં તમે પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ, ઘરબેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.
VFX ને તમે તમારું કરિયર ફિલ્ડ નક્કી કરી ફુલ ટાઇમ કામ કરી શકો છો. ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે VFX શીખે છે. તેની પાસે VFX બનાવવાનો સમય હોતો નથી, પણ VFX Artist પાસેથી કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું શું આપવું, માર્કેટના ન્યુ ટ્રેન્ડને ઊંડાણ પૂર્વક સમજવા માટે VFX શીખતા હોય છે, અને VFX નું કામકાજ કરાવતા હોય છે.
VFX કોર્ષ શીખવાનો સમય
૨ વર્ષ
દરરોજ ( ૨ કલાક )
VFX Artist બની ગયા પછી VFX માં બીજા ક્યાં ક્યાં કરિયર ઓપ્શન મળે છે?
Compositor
Roto Artist
Paint Artist
Dynamic Artist
Matte Painter
Mach Mover
VFX Journalist
Prep Artist
Motion Graphic Artist
Camera Tracker
Digital Makeup Artist
૧૦૦ % નોકરીની ગેરેંટી
VFX કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છે, કારણ કે માર્કેટમાં VFX Artist ની ફુલ ડીમાન્ડ છે.
લાઇફ ટાઇમ સપોર્ટ
કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.
હોસ્ટેલની સુવિધા
ગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ એનિમેશન ( કાર્ટૂન ) શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.