મહેંદી ડિઝાઇન નો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે 10000 થી 50000 અને તેનાથી પણ વધારે
લગ્ન થી માંડીને ઘણા બધા સામાજીક પ્રસંગોમાં મહિલાઓને તૈયાર થવાનો શોખ રહેતો હોય છે એમાં પણ ખાસ કરીને મહેંદી નો...
એમાં વધતા જતા આ શોખ ને તમે તમારા કરિયર ઓપ્શન તરીકે વિચારી શકો છો..
સ્માર્ટ અને વાઈટ કોલર જોબ :-
મહેંદી આર્ટિસ્ટ તરીકેની જોબ સ્માર્ટ અને એકદમ વાઇટ કોલર જોબ ગણાય છે, જેમાં તમે કોઈના પર ડીપેન્ડ નથી તમે તમારા માલિક છો.
મહેંદી આર્ટિસ્ટ તરીકેની સિદ્ધિ :-
મહેંદી આર્ટિસ્ટ બનવા માટે ભણતરની જરૂર રહેતી નથી. તમારામાં ડિઝાઇન પ્રત્યેની કલાકારીગીરીથી જ તમે મહેંદી આર્ટિસ્ટ બની શકો છો. વિકસતી જતી આ કળા લોકોના શોખ તરફ જઈ રહી છે, આ સમયમાં જો તમે મહેંદી આર્ટિસ્ટ તરીકે સફળતા પ્રાપ્ત કરવી હોય તો, તમે સારો એવો કરીઅર પ્લાન કરી રહ્યા છો. આવનારા દિવસોમાં આમાંગ વધતી જશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આપણો સમાજ ભલે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરાઇ આગળ વધી રહ્યો હોય પણ સ્ત્રીઓ સાતેય શૃંગારથી સજ્જ થવાનું ચૂકશે નહીં અને આ સાતેય શણગારમાંથી એક એટલે જ મહેંદી.
મહિને કમાણી કરી 10000 થી 50000 સુધી કમાઈ શકો છો:-
મહેંદી આર્ટિસ્ટ તરીકે તમે આરામથી 10000 થી 50000 સુધી કમાઇ શકો છો. જો તમે આર્ટિસ્ટ બનવા માંગતા હોય તો સામાન્ય ફી સાથે અને માત્ર ત્રણ થી ચાર મહિના જેવા આસમયગાળામાં તમે શ્રેષ્ઠ આર્ટિસ્ટ બની શકો છો.
મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરી ગીતા પટેલ, નિર્મલા અસ્થાના વગેરે જેવા કલાકારો લાખો રૂપિયા કમાય છે, આ ફિલ્ડમાં માત્ર સ્ત્રીઓ જ જોડાઈ શકે એવું નથી. પરંતુ યુવાનો પણ મહેંદી આર્ટિસ્ટ બની શકે છે જેનું ઉદાહરણ રાહુલ સોનાવરણી અને અનિલ મહેંદી આર્ટ સિવાઈ બીજું કોઈ ના હોય શકે.
મહેંદી આર્ટિસ્ટ તરીકે તરત જ કામ મળી રહે છે :-
જો તમારામાં શીખવાની આવડત અને ડિઝાઇન ને આકર્ષક બનાવવાની કળા હોય તો શીખવાના સમયગાળામાં તમને તમારી આસપાસના લોકલ માર્કેટમાં થી વર્ક મળતું ચાલુ થઇ જશે અને કહેવાય છે ને એક સારા કલાકારની હંમેશા કદર રહેતી હોય છે. હજારો લોકો હોવા છતાં જો તમારી આવડત અને કળા શ્રેષ્ઠ હોય તો તમે ઓછા સમયમાં વધારે નામ અને કામ બંને મેળવી શકો છો.
મહેંદી ડીઝાઇન કોર્ષ કોણ કોણ કરી શકે:-
મહેદી ડિઝાઇન કોર્ષ વિદ્યાર્થીઓ, વિધાર્થીનીઓ, ધંધાર્થીઓ, નોકરિયાતો તથા ગૃહિણીઓ કોઈ પણ શીખી શકે છે. જો તમારામાં સારી આવડત હોય તો ભણતરની પણ જરૂર રહેતી નથી.
બિઝનેસની તક (ખુબજ ઓછા રોકાણમાં શરૂ કરો તમારો બીઝનેસ):-
મહેંદી આર્ટિસ્ટ તરીકેના બિઝનેસ માટે ઓછા ખર્ચે પોતાનો બિઝનેસ શરૂ કરવાની ખુબ જમોટી તક મળે છે. કેમકે, આ બિઝનેસ માં ખુબ જ ઓછું ઈન્વેસ્ટમેન્ટ કરી અને તમારી કુશળતા અને આવડતપૂર્વક તમે પ્રોફિટ મેળવી શકો છો.
મહેંદી ના પ્રકાર :-
૦૧.કટ વર્ક મહેંદી
૦૨.ટ્રેડીશનલ મહેંદી
૦૩.અરેબીક મહેંદી
૦૪.અરેજમેન્ટ મહેંદી
૦૫.રજવાડી મહેંદી
૦૬.વેસ્ટન મહેંદી
૦૭.બ્રાઈડલ મહેંદી
૦૮.દુબઈ મહેંદી
૦૯.મલ્ટી કલર મહેંદી
૧૦.પોટ્રેટ મહેંદી
૧૧.જરદોશી મહેંદી
૧૨.બાંધણી મહેંદી
મહેંદી ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય :-
૩ મહિના
દરરોજ (૨ કલાક)
આર્ટિસ્ટ તરીકે કામ ક્યાંથી મળી રહે.......??
આ સવાલ આપણે આપણું કરીઅર મહેંદી આર્ટિસ્ટ તરીકે સિલેક્ટ કરતાં પહેલાં થવો જ જોઈએ. મોટાભાગે આર્ટિસ્ટતરીકે તમારું કામ પહેલા લોકલ માર્કેટ જેમ કે, આસપાસના બ્યુટી પાર્લર સગા-સંબંધીઓ તેમજ પ્રસંગો આયોજનકર્તા વગેરેને મળી તમે તમારી પ્રતિભા બતાવી તમારા આર્ટિસ્ટ તરીકેના ઓર્ડરો મેળવી શકો છો.
ડિજિટલ મીડિયા કે જેની આજે માણસને આદત પડી ગઈ છે, અહીંયાથી પણ તમે સારું એવું કામ મેળવી શકો છો. ડિજિટલ મીડિયા જેવા કે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહી તમારી મહેંદી આર્ટીસ્ટ તરીકેની પ્રતિભા લોકો સામે રજૂઆત કરી તમે સારી કમાણી કરી શકો છો.
સ્ત્રીઓ ઘરના કામ સાથે ઓર્ડર લઇ શકે છે અને કમાણી કરી શકે છે, જેથી એમના દરરોજના કામમાં કોઈપણ પ્રકારની તફલીફ પડતી નથી અને પોતે ૧૦,૦૦૦ કે તેથી પણ વધુ કમાણી કરીને જનરલ ખર્ચો કાઢી શકે છે.
તમે તમારી મહેંદી ડિઝાઇનનું કલેક્શન કરી બૂકપ્રિન્ટ પણ કરી શકો છો અને તેને તમારી આસપાસના પુસ્તકાલયને સંપર્ક કરી શેરકરી શકો છો.
આવા ઘણા બધા હથિયારો (નુસ્ખા)ઓ છે જે તમારા કરીઅરને ઘડવામાં મદદરૂપ થઈ શકે છે.
લાઈફ ટાઇમ સપોર્ટ :-
કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે. પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફ આવતી હોય છે ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે. તેમજ કમ્પ્લેટ આર્ટીસ્ટ થઈ ગયા પછી માર્કેટમાં કંઈ ને કંઈ નવું આવ્યા કરતું હોય છે. જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની જરૂર રહેતી હોય છે.
MARUTI INSTITUTE OF DESIGN
વરાછા શાખા
પહેલો માળ, નાના વરાછા ઢાળ, સાપરાબ્રધર પેંડાવાળાની ઉપર, મોતી નગરની સામે, વરાછા રોડ, સુરત - 395006
9723994466