જ્વેલરી ડિઝાઇન

Matrix

Software

4 Months

course DURATION

2 Months

internship

JOB

YES (100%0

જ્વેલરી ડીઝાઇન ફિલ્ડ માં કામ મળે ૧૨,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી પણ વધારે

             જ્વેલરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર રીંગ, બેંગલ્સ, બ્રેસલેટ, નેકલેસ, પેંડન્ટ સેટ, મંગલસુત્ર, ઇઅરીંગ જેવા ડાયમંડ જ્વેલરીના દાગીનાની ડીઝાઇન બનાવવાની હોય છે.

            જ્વેલરી ડીઝાઇન કોઈપણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે.

         જ્વેલરી ડીઝાઇન કોમ્પ્યુટરરાઈઝ્ડ બનાવવાથી થતા ફાયદા

          જ્વેલરી ડીઝાઇન કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી તરત જ ખ્યાલ આવી જાય છે કે દાગીનો કેવો બનશે, કેટલા ગ્રામ માં બનશે, કેટલા કેરેટ માં બનશે, કેટલા ડાયમંડની જરૂર પડશે, કઈ સાઈઝના ડાયમંડની જરૂર પડશે એટલે કે પૂરેપૂરો અંદાજ આવી જાય છે, તેમજ ડીઝાઇન બનતા ની સાથે જ આપણને લાગે કે લૂકમાં ફેરફાર કરવો છે અથવા દાગીનો બનાવવાનું નક્કી કરેલ બજેટ કરતા વધારે બજેટ આવે છે તો તરત ને તરત ફેરફાર ( સુધારો) કરી શકાય છે,

            કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ ખુબ જ સારું આવે છે, ડીઝાઇનમાં તરત ને તરત ફેરફાર કરી શકાય છે, તેનાથી મેન્યુફેક્ચરીંગ કંપનીઓને ઓછા સમયમાં, ઓછી મહેનતમાં જોઈએ એટલું ઝડપી પ્રોડક્શન કાઢી શકાય છે. કોમ્પ્યુટરરાઝ્ડ ડીઝાઇન બનાવવાથી દાગીના બનાવતા કારીગર ભાઈઓને દાગીના બનાવવામાં બહુ જ ઓછો સમય લાગે છે એટલે કે સમયની બહુ જ બચત થાય છે.

     સ્માર્ટ અને વાઈટ કોલર જોબ…

            જ્વેલરી ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

            જ્વેલરી ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

            જ્વેલરી ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. જ્વેલરી ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ જ્વેલરીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ જ્વેલરીની ડીમાન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનની ડીમાન્ડ વધે, ડીઝાઈનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ હમેંશને માટે રહેતી હોય છે અને રહેવાની જ.

               કારણ કે જ્વેલરી ( ઘરેણાં ) નો શોખ સદીઓથી, રાજા-મહારાજાના રજવાડા વખતથી ચાલ્યો આવે છે, તેમજ જ્વેલરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે, બનેલી જ્વેલરીને રિયુઝમાં લઇ શકાય છે.

        મહીને કમાણી ૧૨૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે

            જ્વેલરી ડીઝાઇનમાં તમે મહિને ૧૨૦૦૦ થી ૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો ,ડીઝાઇનના કામની સાથે સાથે તમે દાગીના બનાવવાના ઓર્ડર લઇને મહિને હજારો લાખો રૂપિયા કમાઈ શકો છો, કારણ કે ડીઝાઇનએ જ્વેલરીના પાયાની જરૂરિયાત છે અને તમને તેનું પૂરે પૂરું નોલેજ હોય છે

        ૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ…

            જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.

        જ્વેલરી ડીઝાઇન કોણ શીખી શકે?

            જ્વેલરી ડીઝાઇન વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી,પરંતુ બેઝિક કમ્પ્યુટર આવડવું જરૂરી છે. તેમજ જો તમારા માં ક્રિએટીવીટી (સ્કીલ)  હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

           જ્વેલરી ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

            જ્વેલરી ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

             જ્વેલરી ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

            વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાયછે.

           નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

            ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

            ધંધાર્થીઓ પોતાના બિઝનેશના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.

        જ્વેલરી ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

              4 મહિના ( દરરોજ 2 કલાક )

                    +

              2 મહિના ઇન્ટર્નશીપ ( દરરોજ 10 કલાક )

        ડીઝાઇન કોન્સેપ્ટ ( પેન્ડન્ટ, મંગળસુત્ર, ઇઅરીંગ, નેકલેસ, રીંગ, બેંગલ્સ, બ્રેસલેટ )

            જ્વેલરી  ડીઝાઇન બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે જ્વેલરી ફિલ્ડમાં બીજા પણ કરિયર ઓપ્શન છે, જેવા કે

                   મેન્યુઅલ ડીઝાઇનર

                   ઓર્ડર મેકર

                  મેન્યુફેકચરર

                  હોલ સેલર

                  રીટેલર

                  માર્કેટીંગ એક્ઝીક્યુટીવ

                 એક વાર જ્વેલરી ડીઝાઇનર બની ગયા પછી જ્વેલરીના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પુર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાની જરૂરીયાત છે.

      ૧૦૦ % નોકરીની ગેરંટી

                  સંસ્થા દ્રારા કોર્ષ પૂરો થયા પછી સ્ટુડન્ટને ૧૦૦% નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, સંસ્થા નોકરીની ગેરંટી એટલા માટે આપે છે, કારણ કે માર્કેટમાં જ્વેલરી ડીઝાઇનરની ફૂલ ડીમાન્ડ છે.

      લાઇફ ટાઇમ સપોર્ટ

              કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ ડિઝાઈનર થય ગયા પછી પણ  માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની  (સાથ સહકાર) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેલી છે.

        હોસ્ટેલની સુવિધા

            કોઈ પણ ગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થી ડિઝાઈન શીખી શકે અને ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે.   

ટેસ્ટીમોનઇઅલ

શું તમે શરૂ કરવા માટે તૈયાર છો?

વધુ કોર્સિસ

તમને આ કોર્સિસ માં પણ રસ હોઈ શકે

Free Career Guidelines