Singing એટલે પોતાની ઉજ્જવળ અને શ્રેષ્ઠ કારકિર્દી તેમજ ખુબ જ સારી નામના મેળવવાનું એક શ્રેષ્ઠ ક્ષેત્ર

Singing ( ગાયન ) એટલે શું ?

  Singing( ગાયન ) એટલે પોતાના અવાજની સાથે સાથે ધૂન, તાલ,સંગીતના સાધનો અને વિવિધ ટેકનોલોજીના માધ્યમથી નિર્માણ કરવામાં આવતી પ્રસ્તુતિ. Singing( ગાયન ) એક કળા છેકે જેમાં કોઇપણ વ્યક્તિ પોતાની કળા અને આવડત દ્વારા પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે છે. થોડી તાલીમ અને સંગીતના સાધનોનું જ્ઞાન હોઈ તો વ્યક્તિ સારી રીતે આ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે.

કઈ જગ્યાએ તમે કાર્ય કરી શકો છો ?

  Singing નો કોર્ષ પૂરો કર્યા પછી તમે playback singer, તમામ પ્રકારના stage show તેમજ જ્યાં જ્યાં સંગીતનો ઉપયોગ થતો હોય એવા તમામ ક્ષેત્રોમાં તમારું શ્રેષ્ઠ કાર્ય રજુ કરી શકો છો.

Singing કોણ શીખી શકે છે ?

   Singing કોઇપણ વ્યક્તિ શીખી શકે છે. આ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં કોઇપણ વ્યક્તિ પોતાની કળા અને આવડત દ્વારા ખુબ જ સારી પ્રગતિ કરી નામના મેળવી શકે છે. સંગીતમાં રૂચી અને સામાન્ય સંગીતનું જ્ઞાન હોઈ તો કોઇપણ વ્યક્તિ આ ક્ષેત્રમાં સફળ થઇ શકે છે.

Singing કોર્ષ શીખવાનો સમય

     ૩ મહિના

    દરરોજ ( 2 કલાક )

તમે તમારા કાર્ય પ્રમાણે કમાણી કરી શકો છો.

  આ ક્ષેત્રમાં આવકની કોઈ મર્યાદા હોતી નથી.તમે તમારા શ્રેષ્ઠ કાર્ય દ્વારા તમારી મરજી મુજબની કમાણી કરી શકો છો. આપણી આવડત અને શ્રેષ્ઠ કાર્ય ઉપર જ વ્યક્તિની આવકનો આધાર હોય છે. કોઇપણ વ્યક્તિ આ ક્ષેત્રમાં પોતાની કળા અને કુશળતા દ્વારા પોતાની એક સફળ કારકિર્દી બનાવી શકે છે.