એમ્બ્રોઇડરી ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે

એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી,ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર,સોફા કવર, પડદામાં એમ્બ્રોઇડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

એમ્બ્રોઇડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળ છે. તો વાત કરીએ એમ્બ્રોઇડરીની કે

એમ્બ્રોઇડરી શું છે અને કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા ?

એમ્બ્રોઇડરી એટલે કાપડ ઉપર દોરાથી કરવામાં આવતું વર્ક, જેને આપણે ગુજરાતમાં ભરતકામ થી ઓળખીએ છીએ. સદીઓથી આપણે કાપડ પર ભરતકામ, જરદોશી, ચીકન જેવા ઘણા પ્રકારના હેન્ડ વર્ક કરતા આવ્યા છીએ. આ બધા હેન્ડ વર્ક સાડી, ડ્રેસ,કુરતી, શેરવાની જેવા ભારતીય પોશાક માં ચાર ચાંદ લગાવી દે છે.

એમાંથી એમ્બ્રોઇડરી વર્ક ની આપણા દેશમાં અને વિદેશોમાં ખુબ જ માંગ છે, એમ્બ્રોઇડરી વર્કની માંગ ને પહોચી વળવા એમ્બ્રોઇડરી વર્ક કરવાના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરી કરી શકાય છે. આજે આપણી સુરતની એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયાચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર,સોફા કવર, પડદામાં એમ્બ્રોઇડરી કરવામાં આવે છે, તો જાણીયે એમ્બ્રોઇડરી ડીઝાઇન શું છે.

એમ્બ્રોઇડરી ડિઝાઈન એટલે સાદા અને પ્લેન કાપડ ઉપર ભરત કરી ઉભારવામાં આવતી એવી અદભુત કળા કે જેનાથી સાદું કાપડ સુંદર દેખાવા લાગે છે. એમ્બ્રોઇડરી વર્ક કરવામાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.

તમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એમાં જે વર્ક દેખાય રહ્યું છે તેને એમ્બ્રોઇડરી વર્ક કહેવામાં આવે છે. આમાં પહેલા કાપડ ઉપર વર્ક કરવામાં આવે છે પછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. એમ્બ્રોઇડરી વર્ક કરવા માટે પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ એમ્બ્રોઇડરી મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને પછી કાપડ ઉપર વર્ક થતું હોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ફાસ્ટ આવે છે, એટલા માટે આજના સમયમાં એમ્બ્રોઇડરી વર્ક સો એ સો ટકા કોમ્પ્યુટરાઈઝજ બનાવવામાં આવે છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

એમ્બ્રોઇડરી ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

        એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

એમ્બ્રોઇડરી ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાયછે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ એમ્બ્રોઇડરીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશાને માટે રહેતી હોય છે, અને રહેવાની જ

કારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે, અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે

મહીને કમાણી ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી વધારે

એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે મહિને ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફી પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતા લુલા, અર્ચના કોચર આ બધા ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.

૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.

એમ્બ્રોઇડરી ડીઝાઇન કોણ શીખી શકે

એમ્બ્રોઇડરી ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

એમ્બ્રોઇડરી ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે,જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.

એમ્બ્રોઇડરી ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

        3 મહિના

        દરરોજ ( ૧ કલાક )

                        ·        મશીનનાપ્રકાર ( મલ્ટી, સિક્વન્સ, કોર્ડિન, ચેઈન )

એમ્બ્રોઇડરી ડીઝાઇન કોર્ષ અભ્યાસક્રમ

૧)  કીબોર્ડ– માઉસ પ્રેક્ટિસ  

૨)  ડ્રોઈંગ વર્ક

3)  કમાન્ડ ટ્રેનીંગ

૪)  રનના પ્રકાર

૫)  સ્ટીચના પ્રકાર  

૬)  સ્કેન ડીઝાઇન

૭)  એરિયા સેટીંગ

૮)  ડીઝાઇન કોન્સેપ્ટ ( પલ્લું, સી પલ્લું, સ્કર્ટ,લેસ, બ્લાઉઝ, કળી, દુપટ્ટા, ટોપ, બોટમ, લેરીયા, જાળ

૯)  પંચીંગ

૧૦) ડ્રોપ સીકવન્સ

૧૧) કોર્ડિન

૧૨) ચેઈન સ્ટીચ

૧૩) સ્ટીચ મેઈન્ટેન

૧૪) કોસ્ટીંગ

        ત્યારબાદતમારો કોર્ષ પૂરો થઇ જાય છે, અને તમે એક સારા એમ્બ્રોઇડરી ડીઝાઇનર બની જાવ છો.

એમ્બ્રોઇડરી ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે એમ્બ્રોઇડરી ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે  જેવા કે,

        -     સ્કેચ ડીઝાઇનર

        -     મેચિંગ માસ્ટર

        -     ફેશન ડીઝાઇનર

        -     મેન્યુફેકચરર્સ

        -     હોલસેલર

        -     રીટેઈલર

        -     બ્રોકર

એકવાર એમ્બ્રોઇડરી ડીઝાઇનર બની ગયા પછી એમ્બ્રોઇડરીના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.

લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણીવખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.