ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૮૦૦૦૦ અને તેનાથી પણ વધારે

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી,ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ,ચાદર, સોફા કવર, પડદામાં ડિજીટલ પ્રિન્ટની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળ છે. તો વાત કરીએ ડિજીટલ પ્રિન્ટની કે

ડિજીટલ પ્રિન્ટ શું છે અને કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા ?

ડિજીટલ પ્રિન્ટ એટલે કાપડ ઉપર પ્રિન્ટ કરવું. જેને આપણે ગુજરાતમાં ડાઈંગ પ્રિન્ટથી ઓળખીએ છીએ. સદીઓથી આપણે કાપડ પર પ્રિન્ટ કરતા આવ્યા છીએ. પણ અત્યાર સુધી ડાઈંગ પ્રિન્ટીંગમાં સમય બહુ જ વધારે વેસ્ટ જતો હતો, તેને કારણે લોકોએ ડિજીટલ પ્રિન્ટ ટેકનોલોજી અપનાવી. જેનાથી પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરી કરી શકાય છે. ડાઈંગ પ્રિન્ટ તો વર્ષોથી ચાલે છે પરંતુ આજે આપણી સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં ડિજીટલ પ્રિન્ટ કરવામાં આવે છે, તો જાણીયે ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન શું છે.

ડિજીટલ પ્રિન્ટ ડિઝાઈન એટલે સાદા અને પ્લેન કાપડ ઉપર પ્રિન્ટ કરી ઉભારવામાં આવતી એવી અદભુતકળા કે જેનાથી કાપડ સુંદર દેખાવા લાગે છે. ડિજીટલ પ્રિન્ટ માં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.

તમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એમાં જે પ્રિન્ટ દેખાય રહ્યું છે તેને ડિજીટલ પ્રિન્ટ કહેવામાં આવે છે. આ ડીઝાઇન માં પહેલા કાપડ ઉપર પ્રિન્ટ કરવામાં આવે છે પછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. ડિજીટલ પ્રિન્ટ કરવા માટે પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ ડિજીટલ પ્રિન્ટ મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને પછી કાપડ ઉપર પ્રિન્ટ થતું હોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ફાસ્ટ આવે છે, એટલા માટે આજના સમયમાં ડિજીટલ પ્રિન્ટ સો એ સો ટકા કોમ્પ્યુટરાઈઝ જ બનાવવામાં આવે છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ ડિજીટલ પ્રિન્ટના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે રહેતી હોય છે, અને રહેવાની જ

કારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે, અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે

મહીને કમાણી ૨૦૦૦૦ થી ૮૦૦૦૦ અને તેનાથી વધારે

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં તમે મહિને ૨૦૦૦૦ થી ૮૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફી પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતાલુલા, અર્ચના કોચર આ બધા ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.

૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન કોણ શીખી શકે

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી ( સ્કીલ )  હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે 

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરેબેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

        3 મહિના

        દરરોજ ( ૧ કલાક )

ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇન કોર્ષ અભ્યાસક્રમ

        ૧)  કીબોર્ડ– માઉસ પ્રેક્ટિસ  

        ૨)  ડ્રોઈંગ વર્ક

        3)  કમાન્ડ ટ્રેનીંગ

        ૪)  સ્કેન ડીઝાઇન

        ૫)  સાઈઝ સેટીંગ

        ૬)  ચેનલ સેટીંગ

        ૭)  લેયર સેટીંગ  

        ૮)  ડિજીટલ પ્રિન્ટ કોન્સેપ્ટ ( પલ્લું, સી પલ્લું, સ્કર્ટ, લેસ, બ્લાઉઝ, કળી, દુપટ્ટા, ટોપ, બોટમ, લેરીયા, જાળ )

        ત્યારબાદ તમારો કોર્ષ પૂરો થઇ જાય છે, અને તમે એક સારા ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનર બની જાવ છો.

ડિજીટલ ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે ડિજીટલ પ્રિન્ટ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,

        -     મેચિંગ માસ્ટર

        -     ફેશન ડીઝાઇનર

        -     મેન્યુફેકચરર્સ

        -     હોલ સેલર

        -     રીટેઈલર

        -     બ્રોકર

        એકવાર ડિજીટલ પ્રિન્ટ ડીઝાઇનર બની ગયા પછી ડિજીટલ પ્રિન્ટના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.

૧૦૦ % નોકરીની ગેરંટી

          સંસ્થા દ્વારા સ્ટુડન્ટનો કોર્ષ પૂરો થયા પછી સ્ટુડન્ટને ૧૦૦% નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, સંસ્થા નોકરીની ગેરંટી એટલા માટે આપે છે, કારણ કે માર્કેટમાં ડિજીટલ પ્રિન્ટના ડીઝાઇનરની ફૂલ ડીમાન્ડ છે.

લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.